મોરબીના કુબેરનગરમાંથી 77 બોટલ દારૂ સાથે એક ઝબ્બે

- text


રહેણાંક મકાનમાં દારૂનો વેપલો કરવા પ્રકરણમાં એક આરોપીનું નામ ખુલ્યું

મોરબી : મોરબીના કુબેરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપાર થતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી એક ઇસમને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 77 બોટલ સાથે ઝડપી લઈ ગોરખ ધંધામાં ભાગીદાર એવા અન્ય એક શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કુબેરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ થતું હોવાની સચોટ બાતમી એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજભાઇને મળતા કુબેરનગરમા આરોપી અરવીંદભાઇ રામભાઇ ચાવડાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપી ધીરજભાઇ ગોવીંદભાઇ ચાવડા રહે.મોરબી યમુનાનગર શેરી નં.5 વાળો હાજર મળી આવ્યો હતો.

- text

જે બાદ મકાનની તલાશી લેતા સેટી પલંગમાંથી વિદેશી દારૂ મેકડોવેલ નંબર વન, ઓલ સિઝન અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની કુલ 77 બોટલ કિંમત રૂ.32,300નો જથ્થો મળી આવ્યો હતો.

વિદેશી દારૂ મામલે પોલીસે હાજર મળી આવેલ ધીરજભાઇ ગોવીંદભાઇ ચાવડાની અટકાયત કરી કગે જ્યારે આરોપી અરવીંદભાઇ રામભાઇ ચાવડા દરોડા સમયે હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કર્યો હતો

આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરિયા તથા હિતેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે કરી હતી.

- text