પેપરફોડ કૌભાંડ ! બેરોજગારો પાસેથી નાણા પડાવવાનું સરકારનું કાવતરું : કોંગ્રેસનો આક્ષેપ

- text


આગામી પરિક્ષાની પેપર ફી અને મુસાફરી, રહેવા માટેનો ખર્ચ સરકારે આપવાની માંગ ઉઠાવી

મોરબી : નોકરીવાંચ્છુ પરિક્ષાર્થીઓ પાસેથી નાણા પડાવવાનું ભાજપ સરકારનું કાવતરું હોવાનો મોરબીના કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કર્યો છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા જુનિયર કલાર્કની ભરતીની પરિક્ષા યોજાયેલ જેમાં પેપર લીક થવાથી પરિક્ષા રદ થયેલ છે. આવા પેપર કૌભાંડ છેલ્લા ઘણા વખતથી ચાલે છે. ભાજપ સરકારને સબંધકર્તાઓને નોકરી ન આપવી પડે માટે ઈરાદાપુર્વક આવા કૌભાંડો કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવતા ચકચાર જાગી છે.

- text

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ અખબારી યાદીમાં જણાવાયું હતું કે, નોકરીવાંચ્છુ પરિક્ષાર્થીઓ પાસેથી રૂા. ૨૦૦ થી ૮૦૦ સુધીના પેપર ફીના પૈસા ઉઘરાવાય છે. નોકરીમાં અગીયાર સો જગ્યા માટે નવ લાખ કરતા પણ વધુ લોકો પાસેથી પરિક્ષા ફી ઉઘરાવાય છે. જુદી જુદી પરિક્ષા માટે અલગ અલગ ફી રાખવામાં આવે છે ત્યારે આવા જુનિયર કલાર્ક માટે સામાન્ય લોકો પરિક્ષા આપતા હોય છે. તેઓની પેપર ફી ઉપરાંત તેવોના આવવા-જવાનું અને જે તે જગ્યા એ રોકાવવાનો પણ મસમોટો ખર્ચ આવે છે. આ બધા પરિક્ષાર્થી પેપર લીકના બહાને પરિક્ષા રદ કરાવે છે ત્યારે આમાં સો એ સો ટકા સરકારનો હિસ્સો રહેલ છે. લોકો મહેનત મજુરી કરી પેપર ફી અને આવન જાવન ખર્ચ કરે છે. આ પેપર લીક એક વખત નથી થયું અનેક વખત થાય છે. મતલબ સરકાર નોકરી આપવા ઈચ્છતી નથી માત્ર અને માત્ર લોકોની લાગણી સાથે ખીલવાડ કરે છે અને નાના લોકોની મશ્કરી કરે છે. તેવા સંજોગોમાં આ બનાવ વધુ ગંભીર અને ભયાનક છે જે અંગે ચોકકસ પગલા લેવા જોઈએ. આગામી પરિક્ષામાં પેપર ફી અને મુસાફરી, રહેવા માટેનો ખર્ચ સરકારે આપવું જોઈએ. તેવી માંગ ઉઠાવી છે.

- text