મોરબી જિલ્લામાં ખેડૂતોને દિવસના સમયમાં પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ

- text


 

ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં હાલ દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી ન હોવાથી ખેડૂતોને રવિ સિઝનમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરીને મોરબી જિલ્લાના ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે.

- text

રજુઆતમાં જણાવ્યા મુજબ હાલના સમયમાં ખુબ ઠંડી હોવાના કારણે ખેડુતોને રાતના સમયે પાણી વાળવા જતા ખુબ મુશ્કેલી થાય છે. અમુક સમાચારો એવા પણ મળે છે જેમા રાત્રીના સમય દરમિયાન પાણી વાળતા ખેડુતનુ મુત્યુ થયેલ હોય. ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા આ બાબતે રજુઆત થયેલ છે પરંતુ તે બાબત પણ અમારી દ્રષ્ટિએ ગેરસમજ ઉભી થાય તેવી છે. અમારા ખ્યાલમાં આવ્યું તે મુજબ ધારાસભ્યએ એવી માંગણી કરેલ છે કે દિવસની પાળીમાં પુર્ણ રીતે દિવસના વિજળી મળે અને રાત્રીની પાળીમા પુર્ણ રાત્રીની વિજળી મળે જે રજુઆત અયોગ્ય છે. રાત્રીએ વિજળી મળવાનો હવે પ્રશ્ન જ નથી સરકરએ ખેડુતોને દિવસે વિજળી આપવા બાબત બાંહેધરી આપી છે. કોરોના પછી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સૌરભભાઇ પટેલ જ્યારે મોરબીમાં પધારેલા ત્યારે તેઓએ મોરબી કિસાન સંઘને ખાતરી આપેલી હતી કે આવતા ૩ વર્ષની અંદર ખેડુતોને સંપુર્ણ દિવસના વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી થય જશે તો હવે તે મુજબ હવે ૩ વર્ષનો સમય પણ થય ગયો હોય ખેડુતોને સંપુર્ણ વિજળી દિવસે આપવાની માંગ છે.

- text