પેપરકાંડના આરોપીઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધો : એબીવીપીનું કલેકટરને આવેદન

- text


મોરબી : જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મામલે એબીવીપી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૪ કલાકમા પરિક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે. ૨૦ દિવસની અંદર અંદર આ પરિક્ષાઓ લેવામા‌ આવે. પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા, નિવાસ, ભોજન ની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે. આ પેપર લીક કૌભાંડ પર SITની રચના કરવામાં આવે.

- text

આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે , ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે. સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ , શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી નિયુક્તિ થવી જોઈએ. આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ.

- text