મ્યાઉ… મ્યાઉ… વાંકાનેર નજીક એમડી ડ્રગ્સ ઝડપાયો

- text


એલસીબીએ ફેક્ટરીમાં દરોડો પાડી 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો

વાંકાનેર : વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીક આવેલી ફેક્ટરીમાં મોરબી એલસીબએ દોરડો પાડી 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ એટલે કે મ્યાઉ મ્યાઉ નામે ઓળખાતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીને દબોચી લીધો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ આજે બાતમીના આધારે વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીકથી એમ ડી ડ્રગ્સના જથ્થાને ઝડપી લીધું છે. જેમાં પોલીસે 136 ગ્રામ એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઓમ પ્રકાશ જાટ નામના શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી 13.62 લાખનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં આ શખ્સ રાજસ્થાનના બાડમેર ખાતેથી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો હોવાની કબૂલાત આપી છે. આથી હાલ એલસીબીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text