વાંકાનેરના પંચાસિયા ગામે દીપડાએ દેખા દેતા પાંજરું મુકાયું

- text


ગ્રામજનોએ થોડા દિવસો પહેલા દીપડાને જોયા બાદ રાતીદેવડી આસપાસ પાંજરું મૂક્યું પણ બે દિવસથી દીપડાના સગડ ન મળ્યા

વાંકાનેર : વાંકાનેર પંથકમાં હમણાથી કોઈને કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ દેખા દીધા બાદ હવે વાંકાનેરના પંચાસિયા ગામે દીપડો દેખાયો હોવાની ગ્રામજનોએ જાણ થતાં વન વિભાગે રાતીદેવડી પાસે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું છે. પણ બે દિવસથી દીપડાના કોઈ સગડ મળ્યા નથી.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે સિમ વિસ્તારમાં કાંકરિયાના ઊંડા માર્ગે દીપડો દેખાયો હતો. ગામના ચાર જેટલા ખેડૂતોએ આ વિસ્તારમાં દીપડાને ફરતો જોય ગ્રામજનોને જાણ કરી હતી. આથી ગામના સરપંચ સરફરાઝભાઈ શેરસિયાએ આ બાબતે વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આ બાબતે વન વિભાગના અધિકારી નરોડીયાએ જણાવ્યું હતું કે, પંચાસિયા ગામમાં દીપડો દેખાયો હોવાની ગ્રામજનોએ જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ત્યાં દોડી ગયો હતો અને દીપડો રાતીદેવડી ગામ આસપાસ હોવાના એંધાણ વર્તાતા ત્યાં દીપડાને પકડી લેવા પાંજરું મુકવામાં આવ્યું છે. પણ બે દિવસથી પાંજરું મૂક્યું હોય અને આ વિસ્તારમાં વન વિભાગની સતત વોચ હોય ત્યારે દીપડાના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. પણ આ અધિકારીએ દીપડાને લઈને ગ્રામજનોને સાવચેત રહેવાની સલાહ આપી દીપડો દેખાય તો પકડી લેવાની પણ ખાતરી આપી છે.

- text