ઠંડીમાં રાહત નહિ મળે ! મોરબીમાં આગામી અઠવાડિયું ટાઢું બોળ રહેશે

- text


મોરબી : ઓણસાલ રહીને રહીને ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે મોરબી સહિત ઉત્તર સૌરાષ્ટ્રમાં આગામી આખું અઠવાડિયું લઘુતમ તાપમાનનો પારો 10થી 12 ડીગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે તા.21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન મોરબી જિલ્લાના લઘુતમ તાપમાનનો પારો 10થી 12 ડીગ્રી વચ્ચે રહેવાનો વરતારો આપ્યો છે. ખાસ કરીને ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

- text

- text