સસ્તું પ્રીમિયમ, મોટો લાભ : મહેન્દ્રનગર પોસ્ટ ઓફીસમાં 12.10 કરોડના વીમાનો લાભ લેતા ગ્રામજનો

- text


મોરબી અપડેટના અહેવાલને પગલે પોસ્ટલ વીમા કેમ્પમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો

મોરબી : મોરબીના મહેન્દ્રનગર પોસ્ટ ઓફીસમાં યોજાયેલા ઈન્ડિયા પોસ્ટ બેંક(ભારત સરકાર)ના વીમા કેમ્પમાં લોકોનો ખુબ મોટો પ્રતિસાદ મળ્યો હતો. મોરબી અપડેટના અહેવાલને પગલે મહેન્દ્રનગર પોસ્ટ ઓફીસમાં 12.10 કરોડના સસ્તા પ્રીમિયમ વાળા વીમાનો ગ્રામજનો લાભ લીધો હતો.

ગત તા.20ના રોજ મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસના કેમ્પમા ફક્ત રૂપિયા 47916 રોકીને રૂપિયા 12,10,00,000(બાર કરોડ દસ લાખ)નો વિમાકવચનો લાભ ગ્રામજનોએ મેળવ્યો હતો. જે પોલીસી તેમજ IPPB એકાઉન્ટ તદ્દન પેપર લેસ હોઈ, ડિજિટલાઇઝેશનનુ મોટુ ઉદાહરણ પુરુ પાડેલ છે .જેમા મોરબી સ. ડિવિઝન હેડ ગોહીલ, મ.ઓ.શ્રી ફુલતરીયા, પાટીલ અને પંદર GDS યુઝરે ડિજિટલ કાઉન્ટર સાંભળ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા પોસ્ટ માસ્ટર નરેન્દ્ર મેરજા, GDS મૌતિક સંઘાણી, અગ્રણી વીરજીભગત, તેમજ ગામના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. જો કે મોરબી અપડેટના અહેવાલને પગલે પોસ્ટલ વિમાનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લેતા મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસે મોરબી અપડેટનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text