હળવદના શિશુ મંદિર ખાતે આયુષ મેળો યોજાયો

- text


હળવદ: આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા જિલ્લા વિકાસ અધિકારીના- મોરબી માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્રારા 13 જાન્યુઆરી ને શુક્રવારના રોજ બીજા આયુષ મેળાનું શિશુ મંદિર કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આયુષ મેળામાં જિલ્લા પંચાયત-મોરબીના પ્રમુખ ચંદુલાલ શિહોરા, હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારનાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજિયા, તા. પંચાયત પ્રમુખ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ આમંત્રિત મહેમાનો દ્રારા દીપ પ્રાગટ્ય તથા ભગવાન ધન્વંતરીની વંદના કરી આયુષ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહાનુભાવોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આયુષ મેળાના ઉદઘાટન પ્રસંગે હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારનાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ગુજરાત સરકારની વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની માહીતિ આપી હતી તથા સામાન્ય જીવનમાં આયુર્વેદ યોગનું મહત્વ સમજાવ્યું હતું તથા જિલ્લા પંચાયત- પ્રમુખ ચંદુલાલ શિહોરાએ પ્રાચીન તથા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્વતા વિશે લોકોને માહિતી આપી હતી. વધુ ને વધુ લોકો આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તથા આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પ્રવિણ વડાવિયા દ્રારા ઉપસ્થિત મહેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ ચિકિત્સા, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, હર્બલટી, વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓ વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી.

આયુષ મેળામાં મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મે.ઓ. ડો. અરૂણાબેન નિમાવત ડો. દિલીપ વિઠ્ઠલાપરા, ડો. જીગ્નેશ બોરાસાણીયા. ડો. ખ્યાતી ઠકરાર, ડો. શ્રીબા જાડેજા, ડો. અલ્તાફ શેરશિયા, ડો. જયેશ ગરધરિયા, ડો. વીરેન ઢેઢી, ડો. મન્સુર પીલુડીયા, ડો. મિલન સોલંકી, ડો. એન.સી. સોલંકી, ડો. ઠાકર, ડો. વિજય નાંદરિયા, ડો. હેતલ હળપતિ, નીલમબેન, તમામ સ્ટાફ તથા AHWC ના યોગ ઈન્સ્ટ્રકટરે સેવા આપી હતી.

હળવદ મુકામે યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ નિદાન-સારવારના લાભાર્થી ૪૩૦, હોમીયોપેથી નિદાન-સારવારના લાભાર્થી ૧૯૦, જરા ચિકિત્સાના લાભાર્થી ૭૦, પ્રકૃતિ પરીક્ષણના લાભાર્થી ૧૮૦, પ્રત્યક્ષ યોગ નિદર્શનના ૧૪૦ લાભાર્થી, પંચકર્મ ચિકિત્સાના લાભાર્થી ૪૫, અગ્નિકર્મ ચિકિત્સાના લાભાર્થી ૪૮, અમૃતપેય –ઉકાળા – સંશમની વિતરણના લાભાર્થી ૮૩૫, આર્સેનિક – આલ્બમના ૩૦, વિતરણ લાભાર્થી ૩૪૦ અને પ્રદર્શનના લાભાર્થી ૧૮૦૦ મળી ૪૦૭૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

- text

 

 

 

 

- text