ધ્રાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો સીએમના હસ્તે શિલાન્યાસ

- text


મોરબીના અગ્રણી ગોવિંદભાઈ વરમોરા સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા 

હળવદ: ધાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ ખાતે આજરોજ ઉતરાયણ નિમિત્તે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંસ્કારધામ ખાતે નિર્માણ પામનાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી.

હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં સંસ્કારધામ ગુરુકુલના મહંત રામકૃષ્ણ દાસજી સ્વામી, દાતા ગોવિંદભાઈ વરમોરા, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું. સાથે જ સરકારનું આરોગ્યલક્ષી કામ આ સંસ્થા કરવા જઈ રહી છે ત્યારે સંસ્થાને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું મહંત રામકૃષ્ણ દાસજી સ્વામી અને દાતા ગોવિંદભાઈ વરમોરાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું પેઇન્ટિંગ અર્પણ કરીને સન્માન કર્યું હતું.

આ તકે દાતા ગોવિંદભાઈ વરમોરા તરફથી હોસ્પિટલ નિર્માણમાં 51 લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય દાતાઓએ પણ દાનનો ધોધ વહાવતા કુલ 5 કરોડ રૂપિયાનું દાન એકઠું થયું હતું. મહત્વનું છે કે સંસ્કારધામ ખાતે આ હોસ્પિટલ બન્યા બાદ આસપાસના પાંચ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે આરોગ્યની સેવાઓ મળી રહેશે.

- text

- text