મોરબી અને ટંકારામાં ઉત્તરાયણના દિવસે સૂર્ય નમસ્કારનું આયોજન

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણના પર્વ નિમિત્તે મોરબી અને ટંકારામાં 51 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર મયુર કારીયાના જણાવ્યા પ્રમાણે, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે ગુજરાત નાં 75 વિશેષ સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) સ્થળો પર સુર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકસાથે 100 યોગી ભાઈ-બહેનો દ્વારા 51 સૂર્ય નમસ્કાર કરી ઉત્તરાયણના દિને ઉગતા સુર્યનું પૂજન કરાશે. ત્યાર બાદ ઉતરાયણની ઊજવણી કરવામાં આવશે.જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી તેમજ યોગ પ્રત્યે જાગૃતિ તેમજ યોગનો પ્રચાર પ્રસાર અંગેનો છે.

- text

મોરબીમાં આલાપ પાર્ક સોસાયટી, 80 ફૂટ મેઈન રોડ, મોરબી અને ટંકારા ખાતે રાજકોટ-મોરબી હાઈવે રોડ, બ્રિજ સામે, એમ. પી. દોશી વિદ્યાલય, ટંકારા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભાગ લેનારે સવારે 6-45 કલાકે સ્થળ પર પહોંચી જવાનું રહેશે. આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ભાગ લેવા માટે આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું રહેશે https://forms.gle/UxefG5MfznLuSrcZ8 . જેમાં ભાગ લેનાર દરેક સાધકને E certificate ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે.

- text