મોરબીમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, બે બુટલેગર દબોચાયા 

- text


મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ફિલ્મી સ્ટાઈલથી પોલીસનું ઓપરેશન : કચ્છના બુટલેગરનું નામ ખુલ્યું 

મોરબી : મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક વિદેશી દારૂના કટિંગ સમયે જ સીટી બી ડિવિઝન પોલીસે ફિલ્મી સ્ટાઈલથી ઓપરેશન કરી વિદેશી દારૂ, બોલેરો ગાડી સહિત બે બુટલેગરને દબોચી લઈ 4.10 લાખનો મુદામાલ કબ્જે કરી કચ્છના ભીમાસરના બુટલેગરનું નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર આઈટીઆઈ પાછળ તળાવ પાસેથી વિદેશી દારૂનું ચાલુ કટિંગ ઝડપી લઈ ઘુંટુ રોડ ઉપર રામનગરીમાં રહેતા આરોપી મુકેશ ધરમશીભાઈ નીરશ્રિત અને કચ્છ રાપરના ઈશ્વર કુંભાભાઇ ચૌહાણને અલગ અલગ બ્રાન્ડની 132 બોટલ દારૂ કિંમત રૂપિયા 1,10,040 તેમજ રૂપિયા 3 લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી સહીત કુલ રૂપિયા 4,10,040 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.વધુમાં બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ભીમાસર, રાપર,કચ્છના સુરેશ નાથુભાઈ સાલાણીનું નામ ખુલતા આરોપીને ફરાર દર્શાવવામાં આવ્યો છે.

- text

આ સફળ કામગીરી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવાડીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનજીભાઈ રામજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ આપાભાઈ, કલ્પેશભાઈ અમરશીભાઇ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, રમેશભાઈ રાયધનભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ચંદ્રસિંહ કનુભા અને ધર્મેન્દ્રભાઈ મગનભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

- text