મોરબી એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે વિવિઘ કાર્યક્ર્મો યોજાયા

- text


મોરબી : ગઈકાલે તારીખ 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અને યુવા દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

એબીવીપી મોરબી શાખા દ્વારા 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતિ એટલે કે “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિત્તે મોરબીના અનેક કેમ્પસોમાં સ્વામી વિવેકાનંદજી પુજન, સ્વામી વિવેકાનંદજી વિશે વકતવ્ય અને એલ.ઈ.ગ્રાઉન્ડમાં દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ એબીવીપી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી.

- text

- text