ટંકારાના હરીપર ભુતકોટડા ગામે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

- text


એફ્પો સંસ્થા તથા બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા એલજીના ગ્રુપને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી.

ટંકારા : ટંકારાના ભૂતકોટડા અને હરિપર ગામે એફ્પો સંસ્થા તથા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા એલજીના ગ્રૂપને સ્વ સહાય જુથ યોજના, કેવાઈસી, સોશિયલ એક્ટિવિટી, સરકારની સહાય યોજના, ડોક્યુમેન્ટ કામ, જૈવીક દવા, દેશી ખાતર માટે પશુપાલન જેવી અનેક યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ટંકારા તાલુકાના 22 જેટલા ગામોમાં એફ્પો સંસ્થા દ્વારા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત સારા કપાસની પહેલ માટે 2019 થી કાર્ય કરવામાં આવે છે આ ઉપરાંત ખેડુતોની આજીવિકા સુધારવી, પર્યાવરણની જોખમકારક અસર ધટાડવી, વેપારીઓની વિશ્વસનીયતા અને સપ્લાઈ ચેન તથા ગુણવત્તા જાણવણી, ડિસનટ વર્ક થકી માઈગ્રેડ મજુરો, બાળ મજુરી, વંચિત જુથની મદદ તથા જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવે છે.

આ યોજનાઓથી મહિલાઓ ને માહિતગાર કરવા એફ્પો સંસ્થાના સોશિયલ ટિમના મનુભાઈ, વાકાનેર હેડના પ્રોજેક્ટ મેનેજર નિતીનકુમાર બંસલ, થાન કલ્સટરના પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, મિશન મંગલમ, SHGના તાલુકા પંચાયતના પંડયાજી, આત્મા પ્રોજેક્ટના બી.ડી. વાધેલા, કિશાન સંધના જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયા મિતાણા ગ્રામ સેવક પટેલભાઈ ગામના સરપંચ દિવાળીબેન ચૌધરી, એલજીના લિડરો, ખેડૂતો સહિતના વિવિધ કાર્યકરો હાજર રહ્યા હતા.

- text

- text