આમરણમાં જર્જરિત હાઇસ્કૂલનો વાલીઓ કરશે જીર્ણોધાર

- text


સી.એલ.પરીખ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓએ જર્જરિત શાળા રીપેરીંગ કરવામાં હાથ ઉંચા કર્યા

શાળાના આચાર્ય અને વાલીઓએ અપના હાથ જગ્ગન્નાથના સૂત્રને હાથ વગું કરતા એક જ દિવસમાં ત્રણ લાખનો ફાળો

મોરબી : મોરબી તાલુકાના છેવાડાના આમરણ ચોવીસી ગામે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો માટેની એક માત્ર ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ જર્જરિત બન્યા બાદ ટ્રસ્ટી મંડળ દ્વારા શાળા રીપેરીંગ માટે રસ ન દાખવતા અંતે શાળાના આચાર્ય અને વાલીઓએ આજે વાલીમિટિંગ યોજી જાત મહેનત જિંદાબાદ કરી ફાળો એકત્રિત કરી હાઇસ્કૂલને ફરી ધમધમતી કરવા નક્કી કરતા કલાકોમાં જ ત્રણ લાખ રૂપિયાનો ફાળો એકત્રિત થઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આમરણ ગામે આવેલી સી.એલ.પરીખ હાઈસ્કૂલ જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા બાળકો માટે બાજુમાં જ આવેલી કન્યા શાળામાં બેસવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરંતુ કન્યા શાળા પણ પાડવાનું નક્કી થતા આજુબાજુના 16 ગામમાંથી અહીં શિક્ષણ મેળવવા આવતા વિદ્યાર્થીના અભ્યાસ સામે સવાલો ઉભા થયા હતા. જો કે આ પરિસ્થિતિ સંદર્ભે સી.એલ.પરીખ હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળને જાણ કરવામાં આવતા ટ્રસ્ટી મંડળે કોઈ નક્કર પ્રત્યુત્તર ન આપતા આજે વાલીમંડળની બેઠક મળી હતી.

દરમ્યાન શાળાના આચાર્ય દીપકભાઈ શેરસીયા નેતૃત્વમાં મળેલી આજની વાલીમંડળની બેઠકમાં સર્વાનુમતે આમરણ પંથકના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફાળો એકત્રિત કરી સી.એલ.પરીખ હાઈસ્કૂલને ફરી ધમધમતી કરવા નક્કી થતા મિટિંગ દરમિયાન રૂપિયા 500થી લઈ 51 હજાર સુધી વાલીઓએ ફાળો નોંધાવતા કલાકોમાં જ ત્રણ લાખની રકમ એકત્રિત થઇ ગઈ હતી. હવે આ શાળામાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદ માટે ગામેગામ મિટિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text