ટંકારાના વીરપર અને નવા વીરપર શાળાના બાળકોને થ્રી-ડી શો દ્વારા શૈક્ષણિક જ્ઞાન અપાયું

- text


ટંકારા : વીરપર પ્રાથમિક શાળા અને નવા વીરપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે થ્રી-ડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના માતંગી થ્રી-ડી શો (3D show) દ્વારા વિદ્યાર્થીઓને ટોકન ફી લઈને આ શો બતાવવામાં આવ્યો હતો.

આ થ્રી-ડી શોમાં અંતરિક્ષ સફર, પૃથ્વીનું સર્જન, સમુદ્રની સફર જેવા વિવિધ વિષયોને સાંકળીને કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગામડાના અને વાડી વિસ્તારના મજૂર વર્ગના બાળકોએ ખૂબ જ આનંદ, ઉત્સાહ સાથે શૈક્ષણિક જ્ઞાન મેળવ્યું હતું.

વીરપર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ પારઘી દ્વારા આ થ્રી-ડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને શાળાના સ્ટાફનો ભરપૂર સહયોગ મળ્યો હતો. ગમ્મત સાથે જ્ઞાન જેવા આ થ્રી-ડી શોમાં વિદ્યાર્થીઓએ ખૂબ હર્ષભેર ભાગ લીધો હતો.

- text

- text