હળવદમા ઈચ્છામૃત્યુની ચીમકીને પગલે વ્યાજખોરો વિરુદ્ધ ફટાફટ ગુન્હો દાખલ

- text


નવા માલણીયાદ ગામના યુવાનની ફરિયાદને આધારે નવ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ 

હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી લીધા બાદ પણ વ્યાજખોરોએ મૃતકના પરિવારજનો પાસે પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા કંટાળેલા પરિવારે રાજ્યપાલ સમક્ષ સામુહિક ઇચ્છામૃત્યુની અરજી કરતા અંતે વ્યાજખોરોની લાજ કાઢનાર હળવદ પોલીસે તાકીદે નવ વ્યાજખાઉં વિરુદ્ધ ગુન્હો દાખલ કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોપાલભાઇ જયંતિભાઇ પરમારના પિતાએ પંદરેક દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બાદમાં આ મામલે ભોગ બનનાર દલવાડી પરિવાર દ્વારા મૃતક જયંતીભાઈએ આપઘાત કરતા પૂર્વે લખેલી ચિઠ્ઠી સહિતના પુરાવા આપી મરવા મજબુર કરનારા વ્યાજખાઉં વિરુદ્ધ પગલાં ભરવા અરજી કરી હતી. જો કે આમ છતાં હળવદ પોલીસે પગલાં ન લેતા અંતે કંટાળેલા મૃતક જયંતીભાઈના પરિવારે રાજ્યપાલને અરજી કરી પરિવારના તમામ સભ્યોને ઇચ્છામૃત્યું આપવા અરજી કરી હતી.

- text

રાજ્યપાલ સમક્ષ અત્યંત ગંભીર પ્રશ્ન જતા અંતે હરકતમાં આવેલ હળવદ પોલીસે નવા માલણિયાદ ગામના ગોપાલભાઇ જયંતિભાઇ પરમારની ફરિયાદને આધારે આરોપી લાલો બુલેટના ગેરેજ વાળો, છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ, પટેલ પ્લાયવુડ, ભરતસિંહ નાડોદા રજપુત ક્રોસ રોડ, ડો. પી.પી. માલણિયાદ, અશ્વિન રબારી ધાંગધ્રા, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ લોટવાળા નીકોલ અમદાવાદ અનેં મહિપતસિંહ મૂળી વાળા પાસેથી ઉછીના લાખો રૂપીયા વ્યાજે લીધેલ હતા તે રૂપીયા તથા વ્યાજ ચુકવવા પોતાની મિલક્તના બે ખેતરો સાત સાત વિઘાના તેમજ રહેણાંક મકાન તેમજ ગામમાં આવેલ વાળો તેમજ ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના વહેંચી લેણદારોને રૂપીયા આપવા છતા આરોપી લેણદારો તેઓને રૂપીયા માટે વારંવાર ઉઘરાણી કરી રૂપીયા મેળવવા દબાણ કરી રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરવા મજબુર કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text