મોરબીના ચંદ્રેશનગરમાં પાના ટીચતી ત્રણ મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના રાજનગર પાસે આવેલ ચંદ્રેશનગરમાં મહિલા જુગારનો અખાડો ચલાવતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી મકાન માલિક મહિલા સહિત ત્રણ મહિલાઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 40,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાજનગર વિસ્તારમાં આવેલ ચંદ્રેશનગર શેરી નંબર 1મા વસંતબેન સુભાષભાઈ ચીખલીયા નામના મહિલા પોતાના ઘેર જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રહેણાંકમાં જુગાર રમી રહેલા વસંતબેન સુભાષભાઈ ચીખલીયા, હંસાબેન કાળુભાઈ ગૌસ્વામી અને હીનાબેન અરવિદભાઈ વડાવીયા નામના મહિલાઓ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 40,200 કબ્જે કરી ત્રણેય મહિલાઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text