ભોપાલ પ્રીમિયર લીગમાં મોરબીના ખેલાડીઓ વિજેતા

- text


મોરબી : મોરબીની યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભોપાલ પ્રીમિયર લીગમાં વિજેતા બની વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.

તાજેતરમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભોપાલ પ્રીમિયર લીગ રમાઈ હતી. જેમાં મોરબીની યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીના ખેલાડીઓ સૌરાષ્ટ્ર ઇગલ્સ ટીમ તરફથી રમવા ગયા હતા અને ભોપાલ પ્રીમિયર લીગમાં ટીમ વિજેતા બનીને પરત ફરી છે. ત્યારે યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીના સંચાલકો અને કોચ તુલસીભાઈએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

ભોપાલ પ્રીમિયર લીગમાં સ્નેહ સાણંદિયા, રાધે ગામી, ડેનિશ ગામી, શૌર્ય ઝાલરીયા, હિત બેડીયા વગેરેએ ખૂબ સારું પરફોર્મન્સ કરતા એકેડમી તરફથી તમામને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text