મોરબીના બેઠા પુલ ઉપર ભર શિયાળે ચોમાસુ : હજારો લીટર પાણી વેડફાયું

- text


પાણીની મુખ્ય લાઈનનો એરવાલ્વ તૂટી જતા 24 કલાકથી પાણી લીકેજ : સાંજ સુધીમાં વાલ્વનું રિપેરિંગ થઈ જશે

મોરબી : મોરબી શહેરના સામાંકાઠા તરફ જવા માટે બેઠાપુલ નજીક મણીમંદિર પાસે આવેલ પાણીની મુખ્ય લાઈનનો એરવાલ્વ તૂટી જવાથી પાણીની બેફામ બગાડ થઈ રહ્યો છે. પાણીની રેલમછેલ થતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે, સાંજ સુધીમાં વાલ્વનું રિપેરિંગ થઈ જશે તેવું કોન્ટ્રકટરે જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બન્ને પુલ નીચે આવેલ શહેર અને સામાંકાઠા વિસ્તારને જોડતા બેઠાપુલ પર શહેર તરફથી સામાંકાઠા વિસ્તાર તરફ જવા-આવવા માટે રસ્તા પર મણીમંદિર નજીક આવેલ પાણીની લાઈનો એરવાલ્વમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાયું છે. આ વાલ્વ તૂટી જેવાથી પાણી મોટી માત્રામાં વહી ગયું છે. આસપાસ પાણીનું તલાવડું ભરાયું છે અને પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. આ એરવાલ્વ ગૌશાળા ફિલ્ટર હાઉસની મેઈન લાઈનને જોડે છે.

- text

સવા બે ફૂટની પાણીની મુખ્ય લાઈન એક તરફ શહેરને અને બીજી તરફની લાઈન સામાંકાંઠાને જોડતી હોય સમગ્ર શહેરની પાણીની આ મેઈન લાઈનનો વાલ્વ તૂટી જવાથી ભારે અસર થઈ રહી છે અને સ્થળ પણ પાણીની રેલમછેલ થતા વાહન વ્યવહારને પણ અસર કરી રહી છે. જો કે હવે તંત્ર જાગતા આ વાલ્વનું યુદ્ધના ધોરણે રિપેરીગ કામ શરૂ કરી દેવાયો છે અને સાંજ સુધીમાં આ વાલ્વ રીપેર થઈ જશે તેવું કોન્ટ્રકટરે જણાવ્યું છે.

 

- text