મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : આજરોજ મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારીઓનુ સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા એમ.પી.એચ.એસ., એફ.એચ.એસ., એમ.પી.એચ.ડબલ્યું., એફ.એચ.ડબલ્યું વગેરે જોડાયા હતા.

મોરબી ખાતે આયોજીત સ્નેહમિલનમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને વિવિધ હોદેદારો તેમજ જિલ્લાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તાજેતરમા જ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલમાં સફળતા અપાવનાર રાજ્યના તમામ હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિંગલભાઇ ડાંગર, મહામંત્રી અરવિંદભાઇ પરમાર તેમજ જિલ્લાના મુખ્ય કન્વીનર દિલીપભાઈ દલસાણીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text