નવા સાદુળકાના સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબીઃ નવા સાદુળકા ગામે આવેલા સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં આજે તારીખ 31 ડિસેમ્બરના રોજ ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ ક્ષેત્ર, બેંકીંગ ક્ષેત્રે, માર્કેટિંગ ક્ષેત્ર, ફાયનાન્સ ક્ષેત્રમાં રહેલી ઉજ્જવળ તકો વિશે માહિતગાર કરવા માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સાથે જ સીએ અને સીએસ કરવા માટેની પ્રક્રિયા વિશે પણ દરેક વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.

આ સેમિનારમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે વર્તમાનમાં ક્યાં પડકારો છે અને તેનો સામનો કઈ રીતે કરવો ? ધોરણ 12 પછી શું કરવું ? B.Com. BBA, BCA, CA, CS વગેરે કોર્ષ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેમિનારના વક્તા સીએ હરદિપભાઈ અઘારા તેમજ એડવોકેટ મિહિરભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ ગઢીયા તથા કોમર્સ વિભાગના હેડ કેતનભાઈ કડિવાર તેમજ અન્ય સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

- text

- text