મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે

- text


 

ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે. જેમાં ધોરણ 1 થી 12 સુધી કદી શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છોડનાર અને દિવ્યાંગ સહિતના બાળકોનો તા.01 થી તા.10 જાન્યુઆરી સુધી સર્વે કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતની સાથે મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે જેમાં સૌ ભણે, સૌ આગળ વધેના ધ્યેય સૂત્ર સાથે શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે.હજુ પણ કેટલાક સ્લમ વિસ્તારના, કારખાના વિસ્તારના,ધંધા અર્થે સ્થળાંતર થતા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે, કેટલાક બાળકો પોતાની કૌટુંબિક, સામાજીક પરિસ્થિતિના કારણે શાળા અધવચ્ચેથી છોડી દેતા હોય છે ત્યારે આવા શાળા બહારના બાળકો જે પૈકી કેટલાક બાળકો કદી શાળાએ ગયેલ નથી કેટલાક બાળકોએ ધો.1 થી 12 માં અધવચ્ચેથી શાળા છોડીને ડ્રોપ આઉટ થયેલ છે અને દિવ્યાંગ બાળકો વગેરે 6 થી 19 વર્ષની વ્યજુથ ધરાવતા બાળકોનો તા.01.01.23 થી તાં10.01.23 સુધી સર્વે હાથ ધરી એસ.ટી.પી વર્ગોમાં છુટેલું શિક્ષણ આપી સામાન્ય શાળામાં મેઈન સ્ટ્રીમ કરવામાં આવશે. સમગ્ર શિક્ષા અભિયાન મોરબી,એન.જી.ઓ.સી.આર.સી. બીઆરસી.શાળાના આચાર્ય, શાળાના સ્ટાફના માધ્યમથી સર્વે કરવામાં આવશે.

- text

કોઈપણ વિસ્તારમાં આવા શાળા બહારના બાળકો મળે તો નજીકની શાળા સીઆરસી બીઆરસી કે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી શક્તિ ચોક મોરબીમાં લેખિત,મૌખિક કે ટોલ ફ્રી નંબર:- 1800-233-3967 પર જાણ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઈ અંબારિયા તેમજ જિલ્લા એસટીપી કો.ઓર્ડીનેટર મુકેશભાઈ ડાભીની યાદીમાં જણાવવા આવે છે.

- text