મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઇ

- text


 

સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં 1300 ઓક્સિજનવાળા મળી કુલ 1750 બેડ ઉપલબ્ધ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સર્વગાહી મૂલ્યાંકન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, એસપી, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ મોરબી જિલ્લામાં સંભવિત કોરોનાને પહોંચી વળવા કેવી તૈયારી છે ? કેટલા બેડ, ઓક્સિજન પ્લાન્ટ, પીએચસી અને સીએચસીમાં કેવી વ્યવસ્થા તે અંગે સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું.

મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ કહ્યું હતું કે, આજની રવ્યુ બેઠકમાં અત્યાર સુધી એક પણ કોરોનોનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. નિયમિત રીતે ટેસ્ટીગ અને વેકસીનેશન થઈ રહ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે અને કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ, ઓકિસજન સહિતની તમામ વ્યવસ્થા છે અને આગોતરી તમામ તૈયારીઓ કરી લેવાય છે.

- text

આરોગ્ય અધિકારી ડો.બાવરવાએ જણાવ્યું હતું કે હવે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને વેકસીનેશન પણ થઈ રહ્યું છે. સેકન્ડ અને થર્ડ વેવમાં સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં કુલ 1750 બેડ ઉપલબ્ધ હતા. તેમાંથી 1300 ઓક્સિજનવાળા બેડ હતા. આ તમામ બેડ હવે નવી લહેર આવે તો તેમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. સિવિલમાં બે ઓક્સિજન પ્લાન્ટમાંથી એક બંધ હોય તેની ઉપર રજુઆત કરાઈ હોવાથી આ બધાં પ્લાન્ટ પણ ટુક સમયમાં ચાલુ થઈ જશે. જિલ્લામાં સિવિલ સહિતની ખાનગી હોસ્પિટલમાં તેમજ સીએચસી અને પીએચસીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

- text