પ્રમુખ સ્વામિ મહારાજનગરમાં સ્વામિનારાયણીય સંત સાહિત્ય- લોક સાહિત્ય દિનની ઉજવણી

- text


 

અધ્યાત્મ, નિત્ય જીવન, સાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ સ્વામિનારાયણ સંત સાહિત્યના અદ્વિતીય પ્રદાન અંગે યોજાયો પરિસંવાદ 

મોરબી : પ્રમુખ સ્વામિ મહારાજનગરમાં આજે સ્વામિનારાયણીય સંત સાહિત્ય- લોક સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યાત્મ, નિત્ય જીવન, સાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ સ્વામિનારાયણ સંત સાહિત્યના અદ્વિતીય પ્રદાન અંગે પરિસંવાદ પણ યોજવામાં આવ્યો હતો.

સાહિત્યની શતાબ્દીઓ પુરાણી યાત્રામાં સ્વામિનારાયણીય સંતસાહિત્યનું મહત્ત્વ આગવું બની રહ્યું  છે. સાહિત્ય- સંગીત- કલાના પરિપોષક ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતશિષ્યોને પ્રેરણા આપીને વૈવિધ્યસભર સત્ત્વશીલ સાહિત્ય રચાવ્યું હતું. સ્વામી મુક્તાનંદજી, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી નિષ્કુળાનંદજી, સ્વામી નિત્યાનંદજી વગેરે પ્રખર વિદ્વાન-કવિ-સર્જકો દ્વારા રચાયેલું વિપુલ ગદ્ય અને પદ્ય સાહિત્ય ગુજરાતી સાહિત્યનું ઘરેણું બની રહ્નાં છે.

ભગવાન સ્વામિનારાયણના મહાન સંતોના એ વિવિધ ભાષામાં વિપુલ સાહિત્ય વારસાને સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એવો ને એવો જ જીવંત રાખ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો પાસે વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચાવીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની સાહિત્ય સર્જનની પરંપરાને નવપલ્લવિત રાખી છે.

‘સ્વામિનારાયણીય સંત સાહિત્ય – લોક સાહિત્ય દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ સાંજે ૪:૪૫ વાગ્યે ધૂન-કીર્તન સાથે  થયો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ  પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “સંત તો ફરતા તીર્થ કહેવાય અને તેઓ જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ત્યાં તીર્થ રચાય અને પ્રમુખસ્વામી મહારાજ એવા હરતાંફરતાં તીર્થસ્વરૂપ જ હતા અને આ પ્રમુખસ્વામી મહારાજ નગર પણ તીર્થ સમાન બની ગયું છે.

પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પોતાના ગુરુઓના ચરિત્રોની નોંધ કરતા હતા અને પોતાની પ્રત્યેક ક્રિયામાં પોતાના ગુરુનું અનુસંધાન રહેતું. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કોઈ પણ કાર્યનો યશ પોતાના ગુરુને જ આપતા. પ્રમુખસ્વામી મહારાજે હંમેશા કહેતા કે મારા અને ગુરુ શાસ્ત્રીજી મહારાજ વચ્ચે “ભક્ત અને ભગવાન” જેવો સંબંધ હતો. “ગુરુને ગમે એ મને ગમે” એ જીવનસૂત્ર સાથે પ્રમુખસ્વામી મહારાજ આખું જીવન જીવ્યા.”

ત્યારબાદ સંગીતવૃંદ દ્વારા ‘આ તન રંગ પતંગ’ કીર્તન પ્રસ્તુતિ કરવામાં આવી હતી.  BAPS ના વરિષ્ઠ સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અભૂતપૂર્વ વિચરણ યાત્રા, જીવન-કાર્યના સાક્ષી અને અનેકવિધ પુસ્તકોના લેખક એવા પૂ. વિવેકસાગર સ્વામી દ્વારા ‘સંત સાહિત્યના પુરસ્કર્તા ભગવાન સ્વામિનારાયણ’ વિષયક મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું.

- text

તેમણે જણાવ્યું,“સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સંતો-મહંતોએ સાહિત્ય ક્ષેત્રે અનેક યોગદાન આપ્યાં છે, જેમાં તેમને વિવિધ ભાષાઓમાં લખેલા ગ્રંથો, કાવ્યો , ભજનો વગેરે નો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત સાહિત્ય નો સાગર ઘૂઘવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય એ મનોરંજન માટેનું નથી પરંતુ મનો-પરિવર્તન માટેનું છે.”

ત્યારબાદ સભામાં ઉપસ્થિત મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ તેમના વક્તવ્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરી હતી.આ વેળાએ અમરીશભાઈ પટેલ- પ્રમુખ અને ટ્રસ્ટી- વિલે પાર્લે કેળવણી મંડળ, માધવ રામાનુજ- કવિ- લેખક, પ્રોફ. ડૉ બળવંત શાંતિલાલ જાની- કુલપતિ- હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલય, રઘુવીર ચૌધરી- પૂર્વ પ્રમુખ- ગુજરાત સાહિત્ય પરિષદ, પદ્મ શ્રી કુમારપાળ દેસાઇ- ટ્રસ્ટી- ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ, ભાગ્યેશ ઝા- ચેરપર્સન- ગુજરાત સાહિત્ય અકાદમી, અશોક સિંઘલ, કેબિનેટ રાજ્ય મંત્રી- આસામ,સી. આર. પાટિલ- પ્રદેશ પ્રમુખ- બીજેપી ગુજરાત, રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર- રાજ્યપાલ-હિમાચલ પ્રદેશ ઉપસ્થિત રહ્યા હતા.

- text