ભાજપ કહે છે માળીયા પાલિકા હસ્તગત કરવાના પ્રયાસો ચાલુ, પાલિકા પ્રમુખે કહ્યું આ અફવા છે

- text


માળીયા શહેર ભાજપ મહામંત્રીનો વિકાસ કરવા માટે કોંગ્રેસના 16 સભ્યોને વિશ્વાસમાં લઈ પાલિકામાં ભાજપની બોડી બનાવવાનો દાવો, સામે કોંગ્રેસના પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો આ વાતને સદંતર ખોટી ગણાવી પાલિકામાં કોંગ્રેસની જ સતા રહેવાનો હુંકાર કર્યો

માળીયા : માળીયા નગરપાલિકા ભાજપ હસ્તગત કરે તેવી વહેતી થયેલી અટકળોને કોંગ્રેસના પાલિકા પ્રમુખે ઉપજાવી કાઢેલી ગણાવી હતી. જ્યારે માળીયા શહેર ભાજપ મહામંત્રીએ વિકાસ કરવા માટે કોંગ્રેસના 16 સભ્યોને વિશ્વાસમાં લઈ પાલિકામાં ભાજપની બોડી બનાવવાનો દાવો કર્યો છે. સામે કોંગ્રેસના પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો આ વાતને સદંતર ખોટી ગણાવી પાલિકામાં કોંગ્રેસની જ સતા રહેવાનો હુંકાર કર્યો છે.

- text

માળીયા નગરપાલિકામાં તમામ 24 સે 24 બેઠક સાથે કોંગ્રેસનું શાસન છે. ત્યારે રાજકારણની આંટીઘૂંટી કોંગ્રેસના સભ્યોને ભાજપમાં ભેળવી માળીયા નગરપાલિકા ભાજપ હસ્તગત કરે તેવી અટકળો વહેતી થઈ છે. આ અંગે માળીયા શહેર ભાજપ મહામંત્રી હનીફભાઈ જેડાએ જણાવ્યું હતું કે, માળીયાનો વિકાસ કરવા માટે પાલિકાના 16 સભ્યોને વિશ્વાસમાં લઈને માળીયા નગરપાલિકા ભાજપની સત્તા રચવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. જેની સામે માળીયા નગરપાલિકાના કોંગ્રેસના પાલિકા પ્રમુખ હારુનભાઈ સાંધવાણીએ કહ્યું હતું કે,ભાજપ માળિયા પાલિકાને હસ્તગત કરશે એ વાત સદંતર ખોટી અને ઉપજાવી કાઢેલી છે. કોંગ્રેસના 24 સભ્યો અમારી સાથે જ છે. એટકે પાલિકામાં સત્તાનો ખોટા સપના ભાજપ ન જુએ, ભાજપના આવા વરવા ખેલ કર્યારેય સાકાર નહિ થાય, કોંગ્રેસના શહેર પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યોએ પણ આ વાતને ખોટી ગણાવી માળીયા નગરપાલિકામાં કોંગ્રેસની જ સતા રહેશે. તેવું જણાવ્યું હતું.

- text