સમસ્ત લોહાણા સમાજ મોરબી દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન કરાશે

- text


મોરબીઃ સમસ્ત લોહાણા સમાજ મોરબી દ્વારા આગામી તારીખ 1 જાન્યુઆરીના રોજ રામધામ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન કરવામાં આવશે. મોરબી લોહાણા મહાજનના અધ્યક્ષ સ્થાને સમાજના અગ્રણીઓની બેઠકમાં સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારાસભ્યનું સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સમસ્ત લોહાણા સમાજના એકતાના પ્રતિક સમા શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી વાંકાનેર-કુવાડવા 67 વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી વિજેતા થયા છે ત્યારે આગામી તારીખ 1 જાન્યુઆરી ને રવિવારના રોજ રામધામ-જાલીડા મુકામે સમસ્ત લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તથા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ-મોરબીની બેઠક મળી હતી જેમાં જ્ઞાતિની વિવિધ સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 1 જાન્યુઆરીના રોજ સવારે 7-30 કલાકે મોરબી જલારામ મંદિર ખાતે જલારામ બાપાના દર્શન કરી મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ રામધામ જવા રવાના થશે. રામધામ મુકામે મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું અદકેરું સન્માન કરવામાં આવશે.

મોરબી લોહાણા સમાજની બેઠકમાં લોહાણા મહાજન-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી, રઘુવંશી યુવક મંડળ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, ક્લોક એશોસિયેશન-મોરબી, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, જલારામ સેવા મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર-મોરબી, રઘુવંશી મહિલા મંડળ-મોરબી, જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહિતની સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text