મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા સીએ-ઈન્ટરનો કોર્ષ શરૂ, રવિવારે માર્ગદર્શક સેમિનાર

- text


(પ્રમોશનલ આર્ટિકલ) મોરબીઃ મોરબીમાં છેલ્લા 19 વર્ષથી કોમેર્સ (B. Com.) અને મેનેજમેન્ટ (BBA)ના વિદ્યાથીઓને ઉચ્ચ શિક્ષણ આપતી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ગયા વર્ષથી રાજકોટની 20 વર્ષની અનુભવી સંસ્થા એક્સપર્ટ એકેડમી સાથે જોડાણ કરી મોરબીના 30થી વધુ વિદ્યાર્થીઓને CA ફાઉન્ડેશનનું કાચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ વર્ષથી CA ઈન્ટરનો કોર્ષ આ જ કોલેજ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

- text

મોરબીમાં CA ઈન્ટરનો કોર્ષ શરૂ થતાં હવે મોરબીના વિદ્યાર્થીઓને રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નહીં પડે. મોરબીના આંગણે જ પ્રત્યક્ષ ક્લાસ (FACE TO FACE COACHING) શરૂ થવા જઈ રહ્યા છે. આ અંગેનો માર્ગદર્શક સેમિનાર તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ પી.જી. પટેલ કોલેજ, મહેશ હોટેલ પાસે, યોજાશે. આ સેમિનારમાં માર્ગદર્શન મેળવવા ઇચ્છતા વિદ્યાથીઓ અને વાલીઓ પોતાનું અગાઉથી નોંધણી કરાવી લેવા જણાવાયું છે. વોટ્સએપ નંબર 84692 96912 પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ સેમિનારમાં રાજકોટથી ખાસ CA અન CS ની કોચિંગ ટીમ માર્ગદર્શન માટે આવશે.

- text