મોરબીમાં કોરોનાની નવી લહેરની સંભાવના અને શરદી ઉઘરસના કેસો વચ્ચે નાસના મશીનની ડિમાન્ડ વધી

- text


માસ્ક અને સેનિટાઈઝરની હાલ માત્ર સ્કૂલોમાં અને બહારગામ જતા લોકોમાં ડિમાન્ડ, ધીરેધીરે સામાન્ય લોકોમાં પણ માસ્કનો ઉપયોગ વધવાની શકયતા

મોરબી : ચીનમાં કોરોના વિસ્ફોટને કારણે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો થવાની સભાવનથી સરકાર અને સમગ્ર તંત્ર આગોતરી તૈયારીઓ ખાસ ગાઈડલાઈન જાહેર કરી સંક્રમણથી બચવા લોકોને માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ત્યારે મોરબીમાં કોરોનાની સંભવિત અસરને લઈને શરદી અને ઉધરસના કેસો ધીરેધીરે વધતા લોકો જાગૃત બનીને નાશ લેવાની મશીનો ખરીદી કરવા માટે મેડિકલ સ્ટોરમાં ઉમટી પડ્યા છે. આથી નાશ લેવાના મશીનની ડિમાન્ડ એકાએક વધી છે. જ્યારે માસ્ક અને સેનિટાઈઝરની હાલ માત્ર સ્કૂલોમાં અને બહારગામ જતા લોકોમાં ડિમાન્ડ રહે છે. ધીરેધીરે સામાન્ય લોકોમાં પણ માસ્કનો ઉપયોગ વધવાની શકયતા છે.

મોરબીમાં મેડિકલના હોલસેલના વેપારી જગદીશભાઈ દસડીયા અને રિટેઇલ મેડિકલ સ્ટોર ધરાવતા સતીશ કાનાબારે જણાવ્યું હતું કે, કોરોનાનો હજુ એકપણ કેસ નોંધાયો નથી. એટલે હજુ સામાન્ય જનજીવન છે. પણ શરદી અને ઉધરસમાં કેસો થોડા વધ્યા છે. જો કે, ઠંડી વધી એ પહેલાં ડબલ ઋતુને કારણે શરદી ઉઘરસના કેસો વધ્યા હતા. હવે કોરોનાની સંભવિત લહેરને પગલે શરદી ઉઘરસના દર્દીઓમાં જાગૃતિ આવી હોય એમ સાવચેતીના ભાગરૂપે નાસ લેવાના મશીનો લેવા મેડિકલ સ્ટોરમાં ઉમટી રહ્યા છે. એટલે અગાઉની સરખામણીમાં નાસ લેવાના મશીનોમાં ડબલ ગણો ઉછાળો આવ્યો છે.

- text

જ્યારે માસ્ક અને સેનીટાઈઝર અને અન્ય દવાની વાત કરીએ તો હજુ સ્ફુલ તરફથી માસ્ક અને સેનીટાઈઝરની ડિમાન્ડ વધી છે. સ્કૂલના બાળકો માટે માસ્કની ખરીદી થઈ રહી છે. સામાન્ય લોકો હજુ માસ્કની ખરીદી કરવા આવતા નથી. પણ સરકારની અપીલ અને ગાઈડલાઈન બાદ કદાચ સામાન્ય લોકો પણ માસ્ક અને સેનીટાઈઝર લેવા મેડિકલ સ્ટોરમાં ઘસારો કરશે. જાણીતા ડો, વિપુલ માલાસણાએ કહ્યું હતું કે, વાયરલ ઇન્ફેક્શનને કારણે તાવ, શરદી અને ઉઘરસના કેસો થોડા વધ્યા છે. આ પણ કેસો કોવિડ પ્રકારના નથી. ચીનમાં જે લહેર આવી તે આપણે ત્યાં આવવાની સંભાવના નથી કારણ કે, હાલ ચીનમાં જે કોરોનાનો નવો વોરીએન્ટ આવ્યો એ આપણે કોરોનાની સેકન્ડ ઇનિંગમાં આવી ગયો હતો. એટલે ચીનમાં ત્યારે એ વોરીએન્ટ આવ્યો ન હતો. હવે ત્યાં ઉછાળો આવ્યો છે. પણ આપણે આ નવો વોરિયન્ટ નહિ આવે એટલે લોકોને જરાય ગભરવાની જરૂર નથી. તેવું તેમણે જણાવ્યું હતું.

- text