રેસિપી અપડેટ : ઘરે બનાવો ઢાબા સ્ટાઈલ સરસવનું શાક

- text


મોરબી : પંજાબમાં સરસવનું શાક ખૂબ જ ખવાય છે. આપણે ત્યાં હોટેલ કે ઢાબામાં સરસવનું શાક ખાવાનું લોકો વધુ પસંદ કરતાં હોય છે. સરસવનું શાક શિયાળામાં ખૂબ જ ખવાય છે. સરસવનું શાક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ત્યારે ઢાબા સ્ટાઈલમાં સરસવનું શાક બનાવવા માટેની રેસિપી અમે તમારા માટે લઈને આવ્યા છીએ.. તો આવો જાણીએ રેસિપી. આ શાક મકાઈના રોટલા – રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.

સરસવનું શાક બનાવવા માટેની સામગ્રીઃ સરસવના પાંદડા 500 ગ્રામ, ચીલ / બથુઆ ભાજી 250 ગ્રામ, પાલક 250 ગ્રામ, લસણની કણી 10-12 સુધારેલ, લીલા મરચા સુધારેલા 4-5 સુધારેલ, આદુનો ટુકડો1/2 ઇંચ ઝીણો સુધારેલ મકાઈ નો લોટ 3-4 ચમચી, ગરમ પાણી જરૂર મુજબ.

સરસો દા સાગના પહેલા વઘારની સામગ્રીઃ ઘી 2-3 ચમચી, ઝીણી સુધારેલી ડુંગળી 1-2, ઝીણું સમારેલ લીલા મરચા 1-2, આદુ પેસ્ટ / કટકા 1/4 ચમચી, લસણ પેસ્ટ / કટકા1/ 2 ચમચી, ઝીણા સમારેલા ટામેટા 1-2, ધાણા જીરું પાઉડર % ચમચી, સ્વાદ મુજબ મીઠું

શાકના બીજા વઘાર માટેની સામગ્રીઃ ઘી 1-2 ચમચી, હિંગ % ચમચી, લસણની કણી 2-3 સુધારેલ, સૂકા લાલ મરચા 1-2, લીલા મરચા સુધારેલા 1-2

સરસવનું શાક બનાવવાની રીત
સરસવનું શાક બનાવવા માટે સૌ પ્રથમ બધી ભાજી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લેશું ત્યાર બાદ કુકરમા એક સીટી થાય ત્યાં સુધી ચડાવી લેશું અને ત્યાર બાદ ઢાંકણ ખોલીને મેસ કરી લઈ શાક સાવ ગરી જાય ત્યાં સુંધી ચડાવી લેશું એના પછી એનો એક વઘાર તૈયાર કરી શાક સાથે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ બીજો વઘાર ઉપરથી નાખીશું.

સરસવનું શાક બનાવવાની રીત
સરસવનું શાક બનાવવા સૌપ્રથમ સરસવના કાચા કાચા પાંદડા સાફ કરી લ્યો અને ત્રણ પાણી થી ધોઈને નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ ચીલ / બથુઆને દાડીથી અલગ કરી પાંદડા કાઢી લ્યો અને એને પણ ત્રણ પાણીથી ધોઇ લઈ નિતારી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ પાલકને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો

- text

હવે ગેસ પર એક કુકરમાં સુધારેલ સરસો, ચીલ ભાજી/ બથુઆ અને પાલક નાખો અને સ્વાદ મુજબ મીઠું અને પા કપ થી અડધો કપ પાણી નાખી બંધ કરી મધ્યમ તાપે એક સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકરમાંથી હવા નીકળવા દયો.

કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ અને લસણ નાખી મિક્સ કરી મેસરથી મેસ કરો મેસ કરી લીધા બાદ અડધું ઢાંકણ ઢાંકી અડધો કલાક ધીમા તાપે આઠ દસ ચડવા દયો.
ત્યાર બાદ ફરી મેસર વડે મેસ કરો અને ફરી દસ મિનિટ અડધું ઢાંકી ને ચડાવો અને ફરી ખોલીને મેસર વડે મેસ કરી લ્યો. (જો પાણીની જરૂર લાગે તો ગરમ પાણી જરૂર મુજબ થોડું નાખવું)

ફરીથી અડધું ઢાંકીને દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ શાક બિલકુલ ગરીને મેસ થઈ જાય એટલે એમાં ત્રણ ચમચી મકાઈનો લોટ અને ચાર પાંચ ચમચી ગરમ પાણી નાખી મેસરથી મેસ કરી મિક્સ કરી લ્યો.

હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે કે ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ સુધી ચડવા દો.

ત્યારબાદ એમાં ઝીણું સમારેલું ટમેટું, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ચડીને ગરી જાયને તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મેસ કરેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો.

- text