હળવદ સતવારા સમાજ દ્વારા નવનિયુક્ત ધારાસભ્ય મકવાણા અને વરમોરાનું સન્માન કરાયું

- text


હળવદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ધાંગધ્રા-હળવદ બેઠક પર વિજેતા થયેલ પ્રકાશભાઈ વરમોરા અને વઢવાણ બેઠક પર વિજેતા થયેલા જગદીશભાઈ મકવાણાનું હળવદમાં ભાજપની વિચારધારા પ્રેરિત સતવારા સમાજ દ્વારા સન્માન કરાયું હતું. જેમાં સતવારા સમાજના આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શનિવારે હળવદ શહેરમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના અધ્યક્ષ સ્થાને ભાજપની વિચારધારા પ્રેરિત સતવારા સમાજ દ્વારા સમાજના અગ્રણી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય નાયબ દંડક તરીકે તાજેતરમાં જ નિમણૂક થયેલ જગદીશભાઈ મકવાણા અને ધાંગધ્રા- હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચૂંટાયેલા બંને ધારાસભ્યોને સાફો બાંધી સતવારા સમાજ દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ પાલિકાના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ કણજારીયા,મહામંત્રી રમેશભાઈ ભગત,સાપકડા ગ્રામ પંચાયતના સરપંચ નટુભાઈ કણજારીયા, હળવદ દલવાડી સમાજના પ્રમુખ રવજીભાઈ, સદભાવના સંકુલના મેનેજિંગ ડિરેક્ટર ગીરીશભાઈ લકુમ સહીત દલવાડી સમાજના આગેવાનો અને યુવાનો મોટી હાજર રહ્યા હતા.

- text