મોરબીમાં હિન્દુ નામ ધારણ કરી યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ

- text


દુષ્કર્મની ફરિયાદ પરથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી

મોરબી : મોરબીમાં હિન્દુ નામ ધારણ કરી સગીરાને ફસાવીને બાદમાં ધાકધમકી આપી વિધર્મી યુવાન 5 વર્ષથી યુવતી ઉપર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો લગાવીને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.

શહેરમાં રહેતી એક યુવતિએ એ ડિવિઝન પોલીસ ખાતે દુષ્કર્મની ફરિયાદ હતી કે આશિફ ઉર્ફે અશોક બાબુભાઇ ઉર્ફે મામદભાઈ મકરાણી રહે. મકરાણીવાસ મોરબીવાળાએ પાંચેક વર્ષ પૂર્વે જ્યારે તે ધો.10માં હતી. ત્યારે ચિઠ્ઠી ફેંકી હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચિત શરૂ થઈ હતી. ત્યારે તેને પોતાનું નામ અશોક જણાવેલ હતું. બાદમાં આ શખ્સ બાઇક ઉપર ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. થોડીવાર વાતચીત કરી શરીર સબંધ બાંધવા જણાવ્યું હતું. પણ તેને ઇન્કાર કરતા બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

- text

આ બનાવમાં યુવાન નામ બદલીને યુવતીને ફસાવી દુષ્કર્મ આચરતો હોવાનો ભાંડો ફૂટી જતા આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમો લગાવી તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આરોપી આશિફ ઉર્ફે અશોક બાબુભાઇ ઉર્ફે મામદભાઈ મકરાણીની ધરપકડ કરી આવતીકાલે રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજૂ કરાશે તેવું એ ડિવિઝન પીઆઇ જાડેજાએ જણાવ્યું હતું.

- text