ટંકારા નજીક કપાસ ભરેલો ટ્રક જીવિત વીજ વાયરને અડકી જતા આગ લાગ્યાનું ખુલ્યું

- text


ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો

ટંકારા : ટંકારાથી ખાનપર જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે પસાર થઈ રહેલા કપાસ ભરેલા ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જો કે ટંકારા નજીક કપાસ ભરીને નીકળેલો ટ્રક ઉપર જીવિત વીજ વાયરને અડકી જતા આગ લાગ્યાનું ખુલ્યું છે.

ટંકારાથી ઘુંનડા-ખાનપર તરફ જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે આજે કપાસ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ કપાસ ભરેલા ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા રોડ ઉપર કપાસ ભરેલો ટ્રક ભડભડ સળગવા લાગ્યો હતો. આથી ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. જો કે આ આગ ટ્રક જીવિત વીજ વાયરને અડી જતા આગ લાગ્યાનું બહાર આવ્યું છે.

- text

મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text