મોરબીના સામાકાંઠાની સોસાયટીમાં સીસીરોડનું કામ તાત્કાલિક શરૂ કરાશે : કાઉન્સીલરોની ખાતરી 

- text


નબળાને બદલે મજબૂત રોડ બને તે માટે ચારેય કાઉન્સિલરો મેદાને 

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં સીસીરોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયા બાદ વોર્ડ નંબર-4ના તમામ ચૂંટાયેલા નગરસેવકો મેદાનમાં આવ્યા છે અને આ અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી ગુણવતા યુક્ત રોડ બને તે માટે પણ બાઝ નજર રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

મોરબીના સામેકાંઠે ઋષભ નગર પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાને રજુઆત કરી હતી કે, ધર્મસિદ્ધિ સોસાયટીમાં(હરિઓમ એપાર્ટમેન્ટ અને મહેશ્વર એપાર્ટમેન્ટની વચ્ચેવાળી શેરી) ઘણા પ્રયાસો બાદ 15 વર્ષ પછી સીસીરોડનું કામ મંજુર કરવામાં આવ્યું હતું અને 26/09/2022 ના રોજ કામ જે તે કોન્ટ્રાકટર દ્વારા આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અધૂરું કામ કરી તેઓ ચાલ્યા ગયા હોય સોસાયટીના નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે ત્યારે વોર્ડ નંબર 4ના કાઉન્સિલર ગિરિરાજસિંહ ઝાલા સહિતના ચારેય કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ રોડનું અધૂરું કામ પૂર્ણ કરવામાં આવશે અને નબળી ગુણવતા વાળું કામ જ્યાં થયું હશે ત્યાં તપાસ કરી મજબૂત રોડ બને તેવી કાર્યવાહી કરવામાં આવશે.


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text