મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં નાતાલની તુલસી દિવસ ઉજવાશે

- text


સાતમી વખત તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે તુલસીનું પૂજન સહિતના કાર્યકમો યોજાશે.

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત નાતાલની તુલસી દિવસ ઉજવણી કરાશે. સાથે સાથે સાર્થક સંસ્કૃતિ ઉત્સવ -તુલસી પર્વની ઉજવણી કરાશે. સાતમી વખત તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે તુલસીનું પૂજન સહિતના કાર્યકમો યોજાશે.

સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ 25 ના રોજ સવારે 10 થી 12:00 વાગ્યા દરમિયાન તુલસી દિવસ ઉજવવામાં આવશે.જેમાં તુલસી દિવસની ઉજવણી ,તુલસી પૂજન ,આરતી, તુલસીનું મહત્વ, તુલસી રોપા વિતરણ, તુલસી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ એવા વિવિધ કાર્યક્રમો થશે.
આ વખતે વિદ્યાલય દ્વારા સાતમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે.

આ તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ- સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24 ડિસેમ્બરના  તુલસી પર્વ -1 (નર્સરી થી ધોરણ 5 ) અને તારીખ 25 ડિસેમ્બરના રોજ તુલસી પર્વ -2 (ધોરણ 6 થી 12 ) એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

- text

- text