વર્ષામેડી શાળાના છાત્રોને નાસ્તો કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


માળીયા (મી.): વર્ષામેડી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની પુત્રીના જન્મદિવસે વર્ષામેડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

વર્ષામેડી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જીગ્નેશભાઈ મનસુખભાઈ દેસાઈએ પોતાની પુત્રી શાન્વીના જન્મદિવસ નિમિત્તે વર્ષામેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાબેલીનો નાસ્તો કરાવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો સહાય કરવા હંમેશા અગ્રેસર રહેશે તેમ જણાવીને શાળાનું ઋણ ચુકવવા તત્પરતા દાખવી હતી. સાથે જીગ્નેશભાઈએ રાજકોટ ખાતે આવેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં પણ વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું. આ તકે વર્ષામેડી શાળા પરિવાર અને બાળકો દ્વારા શાન્વીબેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text

- text