હવે તો વેરો ચૂકવો ! મોરબી પાલિકા દ્વારા 50 હજારથી વધુ કારદાતાઓને નોટિસ આપવા કવાયત

- text


માર્ચ ઢુકડો દેખાતા પાલિકાએ 250 જેટલા કરદાતાઓને નોટિસ ઇસ્યુ કરી કરવેરા ભરી જવા તાકીદ

મોરબી : મોરબી નગરપાલિકાનો વેરા વસુલાત વિભાગ વેરા વસુલાત માટે હવે કડક ઝુંબેશ હાથ ધરી છે. જેમાં માર્ચ એન્ડીગને ત્રણ મહિના બાકી હોય નગરપાલિકાએ વેરા વસુલાત માટે કમર કસી 50 હજારથી વધુ કારદાતાઓને નોટિસ આપવાની કવાયત હાથ ધરી છે અને હાલ 250 જેટલા કરદાતાઓને નોટિસ ઇસ્યુ કરી કરવેરા ભરી જવા તાકીદ કરી છે.

મોરબી નગરપાલિકા હવે માર્ચ એન્ડીગ પહેલા જ વેરા વસુલાત માટે ખૂબ જ સક્રિય થઈને આકરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. નગરપાલિકાનું નાણાકીય વર્ષ માર્ચ એન્ડીગ પૂરું થવાને હવે ત્રણ મહિના જેવો સમય બાકી હોવાથી તંત્રએ બાકી વેરા વસુલાત માટે ધડાધડ નોટિસ ઇસ્યુ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં નગરપાલિકા દ્વારા આગામી સમયમાં 50 હજારથી ઉપરના કરવેરા ભરવામાં બકીદારો હોય એવા આસામીઓને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ 250 જેટલા આસામીઓને રૂબરૂ નોટિસ પાઠવી વહેલી તકે કરવેરા ભરવા માટેની કડક ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત 55 હજાર જેટલા આસામીઓને પોસ્ટ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. હાલ 75 હજારથી વધુ આસામીઓમાંથી 19,000 આસામીઓ રૂ 7.82 કરોડના કરવેરા ભરી ગયા છે. અને 21.98 કરોડના કરવેરા બાકી હોય આ વેરા વસુલાતમાં તંત્ર અત્યારથી જ ઉઘામાથે થયું છે.

- text

- text