આચાર સંહિતા હટતા જ મોરબીની સરકારી કચેરીઓમાં ફરીથી ધમધમાટ

- text


કચેરીઓમાં કામ કાજ ફરી શરૂ થતાં લોકોનો કામો માટે ઘસારો

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભાની ચૂંટણી પુરી થતા હવે આચારસહિતા હટી ગઈ છે. આથી મોરબીમાં તમામ સરકારી કચેરીઓ આજથી ધમધમવા લાગી છે અને સરકારી કચેરીઓમાં હવે કામકાજ પૂર્વવર્ત થયું છે. કચેરીઓમાં કામ કાજ ફરી શરૂ થતાં લોકોનો કામો માટે ઘસારો થયો છે.

વિધાનસભાની ચૂંટણી અને મતગણતરી પુરી થયા બાદ હવે નવી સરકાર પણ રચાય ગઈ હોય આચારસહિતા દૂર થઈ જતા જે ચૂંટણીઓને કારણે એક મહિનાથી કામકાજ બંધ થયા હોય એ ફરીથી શરૂ કરવા શનિ રવીની રજા બાદ આજે સોમવારે મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર, ડે કલેકટર અને જિલ્લા કલેકટર સહિતની તમામ કચેરીઓમાં કામકાજ શરૂ થઈ જતા હવે પદાધિકારીઓ તેમજ લોકો પણ વિવિધ કામો માટે આવી રહ્યા છે. આચારસહિતા ઉઠતા જે અગાઉ કાર જપ્ત કરાઈ હતી તે કાર પદાધિકારીઓને ફરીથી સોંપવામાં આવી છે. એક મહિનાથી અટકેલા કામો હવે ફરીથી શરૂ થઈ ગયા છે. તમામ કચેરીઓમાં લોકોને લગતા કામો શરૂ કરવામાં આવ્યા છે.

- text

- text