ટંકારાની લજાઈ ચોકડી પાસે વાહન અકસ્માતમાં અજાણ્યા યુવાનનું મોત

- text


ટંકારા : ટંકારાની લજાઈ ચોકડી પાસે બસ સ્ટેન્ડ પાસે આશરે 35થી 40 વર્ષના અજાણ્યા યુવાનનું કોઈ વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. જો કોઈને મૃતકની ઓળખનજ જાણ થાય તો ટંકારા પોલીસ મથકના જમાદાર મુકેશભાઈ ચાવડા +91 99093 21033 અથવા ટંકારા પોલીસ મથકે સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

- text

- text