મોરબી પુલ દુર્ઘટનાના હતભાગીઓના આત્માની શાંતિ અને ન્યાય માટે શાંતિ હવન યોજાયો

- text


સામાજિક કાર્યકરોની આગેવાની હેઠળ મૃતકના પરિવારોએ હવનમાં આહુતિ આપી દિવગંતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી

જ્યંસુખ પટેલની ધરપકડ અને નગરપાલિકા સુપરસિડ ન થાય તો લડત ચાલવાનું એલાન કર્યું 

મોરબી : મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાના 42 દિવસ વીતવા છતાં હતભાગી પરિવારોને ન્યાય ન મળ્યો હોય આ તમામ મૃતક પરિવારોને યોગ્ય ન્યાય મળે અને પુલ દુર્ઘટનાના તમામ મૃતકોના આત્માની શાંતિ માટે સામાજિક કાર્યકરો દ્વારા આજે શાંતિ હવન યોજાયો હતો. સામાજિક કાર્યકરોની આગેવાની હેઠળ મૃતકના પરિવારોએ હવનમાં આહુતિ આપી દિવગંતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જ્યંસુખ પટેલની ધરપકડ અને નગરપાલિકા સુપરસિડ ન થાય તો લડત ચાલવાનું એલાન કર્યું છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, મુકુંદરાય જોશી, વાળજીભાઈ મૂછડિયા, અશોકભાઈ ખારચરિયા, મુસાભાઈ બ્લોચ દ્વારા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારોને સાથે રાખી આજે ઝૂલતાપૂલ પાસેના વિસ્તાર સ્વામિનારાયણ મંદિર નજીક તમામ મૃતક પરિવારોને યોગ્ય ન્યાય મળે અને પુલ દુર્ઘટનાના તમામ મૃતકોના આત્માની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુલ દુર્ઘટનાના મોટાભાગના મૃતકોના પરિવારોએ શાંતિ હવનમાં આહુતિ આપીને દિવગંત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ તકે પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારોએ આ દુર્ઘટનાના 42 દિવસ વીતવા છતાં ન્યાય ન મળવા અંગે આક્રોશ વ્યક્ત કરી આગામી સમયમાં આ બનાવના દોષિત જ્યંસુખ પટેલની ધરપકડ તેમજ નગરપાલિકાને સુપરસિડ કરી તમામ સાચા ગુનેગારો સામે કાર્યવાહી ન થાય તો સામાજિક કાર્યકરો સાથે લડત ચાલવવાનું જણાવ્યું હતું.

- text

- text