મોરબીના સામા કાંઠે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે 24 ડિસેમ્બરથી રામચરિત માનસ કથાનો પ્રારંભ

- text


મોરબી: મોરબી-2 સામા કાંઠે વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 24 ડિસેમ્બર ને શનિવારથી 1 જાન્યુઆરી ને રવિવાર સુધી શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજન સમિતિ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે 24 ડિસેમ્બર ને શનિવારથી રામચરિત માનસ કથાનો પ્રારંભ થશે. જેમાં 24 ડિસેમ્બરે પોથીયાત્રા, 25 ડિસેમ્બરે શિવ ચરિત વિવાહ, 26 ડિસેમ્બરે રામ જન્મોત્સવ, 27 ડિસેમ્બરે રામ બાળ લીલા, સીતારામ વિવાહોત્સવ, 28 ડિસેમ્બરે કૈકૈયિ વચનો, કેવટ પ્રસંગો, 29 ડિસેમ્બરે દશરથ સ્વર્ગવાસ, ભરત મિલાપ, પાદુકા પૂજન, 30 ડિસેમ્બરે અરણ્ય કાંડ પ્રારંભ, શબીર પ્રસંગ, નવધા ભક્તિ, 31 ડિસેમ્બરે હનુમાન ચરિત રામેશ્વર પૂજન અને 1 જાન્યુઆરીએ રાવણ વધ, રામ રાજ્યભિષેક સાથે કથાની પૂર્ણાહુતિ થશે. આ કથામાં વ્યાસપીઠ પર વક્તા વેદાંતાચાર્ય ડો. દિલીપજી બિરાજમાન થઈ ભાવભરી સંગીતમય શૈલીમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને સહ પરિવાર આ કથાનો લ્હાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text