સુપ્રસિદ્ધ ગોલ્ડન જવેલ્સ બે દિવસ મોરબીમાં : ઇડન હિલ્સમાં કાલે શનિવારથી આભુષણોનું ભવ્ય એક્ઝિબિશન

 

ક્યાંય ન જોયું હોય તેવું એકદમ નવું કલેક્શન ખરીદવાનો સુવર્ણ અવસર : પોલકી અને રિયલ ડાયમંડની જવેલરીનું અદભુત કલેકશન સૌના મન મોહી લેશે : લાઈફ ટાઈમ ઘરેબેઠા ફ્રી સર્વિસ

આતુરતાનો અંત, મોરબીમાં ચાર મહિના જેટલા લાંબા સમય બાદ એક્ઝિબિશનનું આયોજન : એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાખો ગ્રાહકોની પહેલી પસંદ બનેલું ગોલ્ડન જવેલ્સનું વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન એક્ઝિબિશન ફરી બે દિવસ મોરબીના આંગણે આવ્યું છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા ઇડન હિલ્સમાં શનિવારથી બે દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવા આભૂષણોનો ખજાનો મુકવામાં આવ્યો છે. તો આ એક્ઝિબિશનમાં પધારી મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.

મોરબીના આંગણે 4 મહિનાના લાંબા સમય બાદ ઇડન હિલ્સ ખાતે તા.10 અને 11 એમ બે દિવસ ગોલ્ડન જવેલ્સનું ભવ્ય એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવનાર છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે.

ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલ્સ સુરતમાં ઘોડદોડ રોડ ઉપર કાર્યરત છે. આ સાથે ગોલ્ડન જવેલર્સનો શો રૂમ અમદાવાદ અને જામનગરમાં પણ કાર્યરત છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે.

આ એક્ઝિબિશનથી ગ્રાહકોને ઘરઆંગણે જ વિશ્વના શ્રેષ્ઠ આભૂષણો ખરીદવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન 10 ડિસેમ્બરથી ઇડન હિલ્સ ખાતે શરૂ થવા જઈ રહ્યું છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 8:30 વાગ્યા સુધીનો છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.