ધમણ ફિલ્મની સ્ટારકાસ્ટ મોરબીમાં : પી.જી.પટેલ કોલેજના છાત્રો સાથે કરી ગોષ્ઠી

- text


 

મોરબી : તાજેતરમાં જ રીલીઝ થયેલી ગુજરાતી એક્શન ફિલ્મ “ધમણ” ના મુખ્ય અભિનેતા આર્જવ ત્રિવેદી (છેલ્લો દિવસ ફેમ ધુલો) અને અભિનત્રી કથા પટેલ તથા સમગ્ર ટીમ સહીત પોતાની ઉપરોક્ત ફિલ્મના પ્રમોશન માટે મોરબી ખાતે પધાર્યા હતા.

તેમની મોરબી જીલ્લાની મુલાકાત દરમિયાન તેઓએ મોરબીની પી.જી.પટેલ કોલેજની પણ મુલાકાત લીધી હતી. તેઓએ પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ સાથે ધમણ ફિલ્મ વિષે તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે રસપ્રદ ગોષ્ઠી કરી હતી અને સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલી ઉજ્જવળ તકો વિષે રસપ્રદ વાતો કરી હતી તેમજ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું હતું. આ તકે “ધમણ” ફિલ્મ સફળતાના શિખરો સર કરે તેવી પી.જી.પટેલ કોલેજ પરિવાર તરફથી શુભકામનાઓ આપવામાં આવી હતી.

- text

- text