ટીંબડીના મોડેલ બુથ ઉપર મતદારોએ ઠાઠ-માઠથી કર્યું મતદાન

- text


લાલ જાજમ પાથરી મતદારોને હરખથી આવકારાયા

મોરબી : મોરબીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે વિવિધ ખાસ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા હતા. ટીંબડી ખાતે મોર્ડન મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. જ્યાં મતદારો માટે લાલ જાજમ પાથરી તેમને આવકાર્યા હતા.

રાજ્યમાં અનેક જગ્યાઓએ મોર્ડન મતદાન મથક ઉભા કરવામાં આવ્યા હતા. જે અન્વયે મોરબી ખાતે પણ ત્રણ મોર્ડન મતદાન મથક ઉભા કરવામાં આવ્યા હતા. જે અન્વયે મોરબીના ટીંબડી ખાતે મોર્ડન મતદાન મથક ઉભું કરવામાં આવ્યં હતા. જ્યાં મતદાર આ લાલ જાજમ પર થઈને મતદાન કરવા જાય ત્યારે મતદારોને તેઓ રાજા-મહારાજા હોય તે પ્રકારની લાગણી થયા વિના રહે નહીં. આ ત્રણેય મોર્ડન મતદાન મથકો પર લોકોએ હર્ષથી મતદાન કર્યું હતું.

- text

- text