મતદાન પૂર્ણ, મોરબીની ત્રણેય બેઠકોમાં 65થી 70 ટકા મતદાન થયાનો અંદાજ

- text


કુલ મતદાનની ટકાવારી મોડી જાહેર થશે, છેલ્લી ઘડીએ ભારે ઘસારો

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર આજે સાંજે પાંચ વાગ્યે મતદામ કાર્ય પૂર્ણ થયું હતું. જો કે છેલ્લી ઘડીએ મતદારોનો ભારે ઘસારો રહ્યો હતો.જો કે સવારથી બપોર સુધી ભારે મતદાનમાં ઘસારો રહ્યા બાદ બપોરે થોડું નીરસ વાતાવરણ રહેતા રાજકીય પક્ષોની ચિતા વધી ગઈ હતી આથી છેલ્લી ઘડીએ રાજકીય પક્ષોએ મતદારોને મતદાન મથક પહોંચાડવાની કસરત કરી હતી. જો કે મોરબી જિલ્લાની દરેક બેઠક પર 65થી 70 ટકા વચ્ચે મતદાન રહેવાનો અંદાજ છે. જો કે મતદાનની સાચી અને કુલ ટકાવારી મોડેથી જાહેર થશે.

આજે સવારથી બપોર સુધી મોરબી જિલ્લાની તમામ બેઠકોમાં મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, સવારે એક કલાકમાં જ ત્રણેય બેઠકો ઉપર સરેરાશ 5 ટકા જેટલું મતદાન થયા બાદ 11 વાગ્યા સુધીમાં મતદારોએ લાઈનો લગાવતા 11 વાગ્યા સુધીમાં 22.27 ટકા અને એક વાગ્યા સુધીમાં 39 ટકાથી વધુ મતદાન થયું હતું જો કે બપોરે થોડું નિરસ વાતાવરણ રહેતા છેલ્લી ઘડીએ મતદારોને મતદાન મથકે પહોંચાડવા રાજકીય પક્ષોએ પણ ભારે મથામણ કરતા ત્રણ વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો 50થી 55 ટકાને પર કરી ગયો હતો. એકંદરે મોરબી જિલ્લાની ત્રણયે બેઠકોમાં 65થી 70 ટકા જેટલું મતદાન થવાની શક્યતા જોવાઈ રહી છે. મતદાનના સાચા આંકડા મોડીરાત્રી સુધીમાં આવે તેવી શક્યતા છે.

- text

જો કે, મહત્વની બાબત એ રહી કે સમગ્ર મોરબી જિલ્લામાં આખા દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હોય રાજકીય પક્ષો, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ હાશકારો લીધો છે અને આજે મોડીરાત્રી સુધીમાં તમામ મતદાન મથકોએથી ઈવીએમ પરત આવ્યા બાદ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ પહોંચ્યા બાદ ચૂંટણીતંત્ર રાહત અનુભવશે.

- text