નવા સાદુળકા ગામે હસ્તમેળાપ પૂર્વે દુલ્હને મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો

- text


મોરબી : મોરબી માળીયા બેઠક ઉપર આજે લોકશાહીનું પર્વ ઉજવવા માટે ભારે ધસારો થયો હતો. અશક્ત વૃદ્ધ, દિવ્યાંગ તેમજ યુવા સહિતના મતદારોએ મતદાન કરીને આદર્શ નાગરિકનો ધર્મ નિભાવ્યો હતો. ત્યારે સાદુડકા ગામની યુવતીએ લગ્ન પહેલા મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા સોનલબેન અંબારામભાઈ પાંચોટિયા નામની યુવાતિના આજે લગ્ન લેવાયા હતા. જો કે તેમના આજે મંડપ મુહૂર્ત સાથે મતદાનનો પણ દિવસ હોવાથી આ કન્યાએ દુલહનના વસ્ત્રોમાં ચાર ફેરા ફરતા પહેલા મતદાનની પવિત્ર ફરજ નિભાવી પહેલા મતદાન બાદમાં હસ્તમેળાપ વિધિ કરવા નક્કી કરી સરાહનીય પ્રયાસ કર્યો હતો.

- text

- text