ટંકારા-પડધરી બેઠક ઉપર 71.18 ટકા મતદાન

- text


96790 પુરુષો અને 80817 સ્ત્રીઓ મળી કુલ 177607 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

ટંકારા : ટંકારા- પડધરી વિધાનસભા બેઠક ઉપર આજે સરેરાશ 71.18 ટકા મતદાન નોંધાયું છે. ખાસ કરીને અહીં ગ્રામ્ય વિસ્તારોના અનેક બુથ ઉપર 80 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે.

ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના 271 ઉપર આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં કુલ 128121માંથી 96790 પુરુષોએ એટલે કે 75.51 ટકા પુરુષોએ અને 121328માંથી 80817 સ્ત્રીઓએ એટલે કે 66.61 ટકા સ્ત્રીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ કુલ 249508માંથી 177607 મતદારોએ એટલે કે 71.18 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

- text

- text