મોરબી-માળિયા બેઠક ઉપર 67.16 ટકા મતદાન

- text


105282 પુરુષ, 87363 સ્ત્રીઓ અને એક થર્ડ જેન્ડરે કર્યો મતાધિકારનો ઉપયોગ : સૌથી વધુ મોરબી ગ્રામ્યના બુથો ઉપર નોંધાયુ મતદાન

મોરબી : મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપર આજે સરેરાશ 67.16 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન મોરબી ગ્રામ્ય બુથો ઉપરથી થયુ હોવાનું જિલ્લા ચૂંટણી તંત્રમાંથી જાણવા મળ્યું છે.

મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપર આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં 105282 એટલે કે 70.76 ટકા પુરુષોએ, 87363 એટલે કે 63.28 ટકા મહિલાઓ અને એક થર્ડ જેન્ડરે મળી કુલ 192646 મતદારોએ એટલે કે 67. 16 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

- text

બીજી તરફ ક્યાં કેટલુ મતદાન થયું તેની વિગતો જોઈએ તો માળીયા તાલુકામાં 64.23 ટકા, મોરબી તાલુકા ગ્રામ્યમાં 74.17 ટકા, મોરબી શહેરી વિસ્તારમાં 65.79 ટકા મતદાન થયું હતું.

- text