હળવદ-ધ્રાંગધ્રા બેઠક ઉપર 66.77 ટકા મતદાન

- text


113198 પુરુષો અને 93136 સ્ત્રીઓ મળી કુલ 206336 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

હળવદ : સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર આજે સરેરાશ 66.77 ટકા મતદાન નોંધાયું છે. અહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં સારું મતદાન થયું છે.

હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં કુલ 161067માંથી 113198 પુરુષો એટલે કે 70.28 ટકા પુરુષોએ, 147931માંથી 93136 સ્ત્રીઓએ એટલે કે 62.96 ટકા સ્ત્રીઓએ અને 6માંથી 2 થર્ડ જેન્ડરે એટલે કે 33.33 ટકા થર્ડ જેન્ડરે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ 309004માંથી 206336 મતદારોએ એટલે કે 66.77 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

- text

- text