વાંકાનેર બેઠક ઉપર 71.19 ટકા મતદાન

- text


108310 પુરુષો અને 92019 સ્ત્રીઓ મળી કુલ 200329 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર આજે સરેરાશ 71.19 ટકા મતદાન નોંધાયું છે. આ બેઠક ઉપર એકમાત્ર થર્ડ જેન્ડર મતદાર નોંધાયેલ હતા. તેમને મતદાન કર્યું નથી.

વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં કુલ 145317માંથી 108310 પુરુષો એટલે કે 74.53 ટકા પુરુષોએ, 136095માંથી 92019 સ્ત્રીઓએ એટલે કે 67.61 ટકા સ્ત્રીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ 281413માંથી 200329 મતદારોએ એટલે કે 71.19 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

- text

- text